ઈસ્લામાબાદ: ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝના નેતા નવાઝ શરીફ અને તેમના ભાઈ શહબાજ શરીફને પાછા પાકિસ્તાન મોકલી દેવા માટે બ્રિટિશ સરકારને પત્ર લખવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ભ્રષ્ટાચારના કેસોમાં સજા કાપી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જામીન આપીને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી અપાઈ હતી. નવાઝ શરીફ સારવાર માટે બ્રિટન ગયા. તેમના ભાઈ શહબાજ શરીફ પણ તેમની સાથે છે. હવે નવાઝ શરીફના જામીનનો સમયગાળો પૂરો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાનના સૂચના અને પ્રસારણ મામલાના સલાહકાર ફિરદૌસ આશિક અવાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લંડનમાં સારવાર કરાવી રહેલા નવાઝ શરીફે પોતાની સારવાર સંબંધિત કોઈ પણ રિપોર્ટ પંજાબ સરકારને સોંપ્યો નથી. હવે નવા અને તેમની સાથે ગયેલા શહબાજને પાછા પાકિસ્તાન બોલાવવાનો સમય આવી ગયો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...